Jamnagar,તા.19
જામનગર શહેરમાં જુદા જુદા પાંચ રહેણાંક મકાનો પર એલસીબીની ટુકડી એ દારૂ અંગે દરોડા પાડી 269 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે.
જામનગરમાં સુભાષ પરા શેરી નંબર-2 માં રહેતા વેરશીભાઈ રમેશભાઈ ચૌહાણ નામના રાવળદેવ શખ્સના મકાન પર પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 135 નંગ ઇંગ્લિશ દારૂની નાની બોટલોનો જથ્થો કબજે કરી લઈ આરોપીની અટકાયત કરી લીધી છે.
આ ઉપરાંત એલસીબીની ટુકડીએ જામનગરના સુભાષ પરા શેરી નંબર-2 માં રહેતા રોહિત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડના રહેણાંક મકાન પર દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી 42 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કરી લઈ આરોપી રોહિતની અટકાયત કરી લીધી છે. તેની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનગરના સંકર ટેકરીમાં રહેતા આફ્રીદી મહેબૂબ ભાઈને ફરાર જાહેર કરાયો છે.