Jamnagar,તા.19
બિલ અને યુસીસી જામનગર શહેરમાં પણ જોવા મળ્યો હતો. અને આજે જામનગર શહેરના 50 થી વધુ મુસ્લિમ વકીલો લાલ બંગલા સર્કલમાં વકફ એમેન્ડમેન્ટ બિલ તેમજ યુ.સી.સીના વિરોધમાં ધરણા પર બેઠા હતા. દરમિયાન પોલીસ દ્વારા 50 થી વધુ મુસ્લિમ એડવોકેટની અટકાયત કરી લેવામાં આવી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો, અને તમામ મુસ્લિમ એડવોકેટ ની અટકાયત કરી લઈ પોલીસ વેનમાં બેસાડી દેવાયા હતા, અને તમામને પોલીસે હેડક્વાર્ટર તરફ લઈ જવામાં આવ્યા હતા. જેઓ સામે ડીટેઇનની કાર્યવાહી કરી લીધા બાદ મોડેથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી સમયે પોલીસ અને એડવોકેટ વચ્ચે લમણાજીક થઈ હતી, પરંતુ પોલીસે ધરણાનો કાર્યક્રમ રોકાવી દઈ તમામને અટકાયત કરી લીધી હતી.
જામનગરના વકીલ મંડળના મુસ્લિમ યુવા વકીલો, કે જેઓએ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના વિરોધમાં ધરણા યોજવાનો કાર્યક્રમ આપ્યો હતો, અને સવારે 11.00 વાગ્યા થી બપોરે 1.00 વાગયાં સુધી લાલ બંગલા સર્કલમાં ધરણાની જાહેરાત કરાયા અનુસાર 11.00 વાગ્યે તમામ મુસ્લિમ એડવોકેટ ધરણાનો પ્રારંભ કરવા માટે લાલ બંગલા સરકારમાં ઉપસ્થિત રહીને પોતાના હાથમાં બેનર પોસ્ટર ફરકાવ્યા હતા.