Jamnagar તા.15
વાત્સલ્યધામના ડોનર અને શુભેચ્છક મોરબી નિવાસી ડો. મહેન્દ્રસિંહ દેવુભા જાડેજા દ્વારા વડીલો માટે એક મોટીવેશનલ સ્પીચનુ આયોજન કરેલ જેમાં વાત્સલ્યધામના તમામ વડીલોએ આ કાર્યક્રમ માં ડો.ને શાંતિથી સાંભળ્યા અને એમને દર્શાવેલ માર્ગદર્શનને પોતાના જીવન માં જરૂર ગ્રહણ કરશે તેવો ભાવ વ્યક્ત કરેલ. વાત્સલ્યધામ ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ ભાવનાબેન પરમાર આ તકે ડો. મહેન્દ્રસિંહ દેવુભાનો આભાર વ્યક્ત કરેલ અને વધુમાં વધુ આવા કાર્યક્રમ વાત્સલ્યધામના આંગણે થાય તેવી આશા વ્યક્ત કરેલ હતી.