Jamnagar,તા.05
Jamnagar જિલ્લાના ધ્રોલમાં રહેતી આમના બેન અનવરભાઈ નોબે નામની 41 વર્ષની મુસ્લિમ યુવતીએ પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ માથામાં લોહી લુહાણ કરી નાખવા અંગે પોતાના પૂર્વ પતિ અનવર નુરમામદ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આમનાબેનને તેના પતિ સાથે વાંધો પડતાં તલાક આપ્યા હતા, જેનો ખાર રાખીને આરોપી ધોકા સાથે તેણીના ઘેર પહોંચી ગયો હતો, અને હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.