રૂ.8.36 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ, સાત પંટરો નાશી છૂટ્યા.
Jamnagar,તા.30
જામનગરના નીલકમલ સોસાયટી નજીક રાહેણાંકના મકાનમાં ક્રિકેટ સટ્ટાના માસ્ટર આઈ. ડી. ઓ તથા ગેરકાયદે શેરબજાર ડબ્બા ટ્રેડિંગનું મોટુ નેટવર્ક ચલાવનાર સટોડિયા પર પોલીસે ધોસ બોલાવી રૂ. 8.36 લાખના ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા જયારે સાત નાશી છૂટ્યા હતા.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લા એસ.પી.પ્રેમસુખ ડેલુંએ જુગારની બદી નેશ નાબૂદ કરવા કડક સૂચન કરેલ હોઈ તે સૂચનના પગલે જામનગર સીટી સી ડિવિઝન પોલીસ મથકના પી આઈ જે. વી. ચૌધરી તથા પી.એસ.આઈ એન.પી. જોષી તથા સર્વેલન્સ સ્કોડ સ્ટાફ પેટ્રોલિંગમાં હોઈ ત્યારે નીલકમલ સોસાયટી નજીક રાહેણાંકના મકાનમાં ક્રિકેટ પર સટો રમાતો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જાડેજાને મળતા પોલીસે દરોડો પાડી સ્થળ પરથી દર્શન દિલીપભાઈ મોદી, હાર્દિક બિપીનભાઈ મઇઢ, પાર્થ સંજયભાઈ ત્રિવેદી અને વિહાર વેજાભાઇ આગઠને ઝડપી લઇ મોબાઈલ ફોન, ચેકબુક, લેપટોપ, અને વાહનો મળી કુલરૂ. 8.36લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન સાત આરોપી નાશી છૂટ્યા હતા ભાગેડુ તમામ આરોપીને ઝડપી પાડવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધારી છે.
બાબરાના લોનકોટડામાં જુગાર રમતા છ શકુની ઝબ્બે
બાબરા તાલુકાના લોનકોટડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી જુગાર રમતા હરેશ હકાભાઈ ટોળીયા, મહેશ દેવરાજભાઇ સાસલા, રાહુલ વાલેરા ભાઈ ચાવડા, ભાવેશ વજાભાઇ ટોળીયા અને રૂપ ભગાભાઇ મુંધવાની ધરપકડ કરી જુગારના પટ માંથી રૂ. 13,250નો મુદ્દા માલ કબ્જે કરી તમામ જુગારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો