Mithapur,તા.23
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ નગરપાલિકાના ચીફ ઓફિસરે ભ્રસ્ટાચાર ઉજાગર કરવા પ્રયાસ કરનાર યુવાનોને ફોન પર જેલમાં મોકલી દેવાની ધમકી આપતાં માત્ર જમરાવલ ગામમાં જ઼ નહીં પણ સમગ્ર દ્વારકા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા ધમકી મળી હતી તે યુવાનોને લઈને જમરાવલના ચીફ ઓફિસરની કચેરીએ પહોંચ્યા હતા પણ કોઈ સોનેરી બહાને ચીફ ઓફિસર જતા રહયા હતા પણ ત્યાં પહોંચેલ લોકો ત્યાં જ઼ બેસી જતા ચીફ ઓફિસરે જાણે પ્રગટ થવાની ફરજીયાત ફરજ પડી હતી તેવી ચર્ચા થાય છે કોંગી પ્રમુખ આંબલીયાના કહેવા મુજબ તેઓએ ચીફ ઓફિસરને જણાવેલ કે ભ્રસ્ટાચાર ખુલો કરવો તે ગુનો હોઈ તો યુવાનોને જેલમાં પુરાવી દેજો જો કે ચીફ ઓફિસર પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો આ ઉપરાંત આ નગરપાલિકા સામે અન્ય આક્ષેપો પણ થયા છે જેની તપાસ થવી જરૂરી છે