New Delhi,તા.14
અમેરીકી રોકાણકાર કંપની જેન સ્ટ્રીટ દ્વારા જે રીતે કરાયેલા કૌભાંડમાં હાલ તુરત તો આ કંપનીએ સેબી પાસે તેના રૂા.4843 કરોડ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવી લીધા છે પરંતુ જેન સ્ટ્રીટની આ કહેવાતી ગેરરીતીના કારણે ભારતીય શેરબજારમાં બીએસઈ અને એનએસઈના રોકાણકારોને રૂા.1.4 લાખ કરોડનો ચૂનો લાગી ગયો હોવાનો ધડાકો થયો છે.
બન્ને એકસચેંજ ઉપર જેન સ્ટ્રીટ સ્કેન્ડલના કારણે રોકાણકારોએ તેના માર્કેટ કેપીટેલાઈઝેશનમાં રૂા.1.4 લાખ કરોડ ગુમાવ્યા હોવાનો ધડાકો થયો છે. સેબીએ 3 જુલાઈના ઓર્ડરમાં જેન સ્ટ્રીટને ભારતીય શેરબજારમાં જે રીતે ગેરરીતિ આચરી હોવાનો આરોપ મુકીને રૂા.4840 કરોડ ફ્રીઝ કરી દીધા તેના પછી માર્કેટમાં મુંબઈ શેરબજારની સ્ક્રીપ્ટ રૂા.3030થી ઘટીને રૂા.2376 નોંધાઈ છે.
જેના કારણે રૂા.26600 કરોડની માર્કેટ વેલ્યુ ધોવાઈ છે. જયારે નેશનલ સ્ટોક એક્ષચેંજને રૂા.1.15 લાખ કરોડનો ધુંબો લાગ્યો છે અને તેનો શેર 18 ટકા જેટલો તૂટયો છે.
આમ અમેરીકી કંપની તો હાલ ફરી પોતે ટેરીંગ કરી શકે તે માટે અને પોતાને સ્વચ્છ જાહેર કરવા રૂા.4840 કરોડ સેબી પાસે જમા કરાવી
દીધા છે. આ ઉપરાંત ચાર સ્ક્રીપ્ટોએ તેની માર્કેટ વેલ્યુ રૂા.12000 કરોડ ગુમાવ્યા છે.