નીરજ ઘેવાને ડિરેક્ટ કરેલી ‘હોમબાઉન્ડ’ ફિલ્મમાં જાહન્વી સાથે ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા લીડ રોલમાં છે
Mumbai, તા.૨૪
જાહન્વી કપૂરની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ આંતરરાષ્ટ્રિય કક્ષાએ સ્ક્રીનિંગ પછી હવે ભારત તરફથી ઓસ્કારમાં પહોંચી છે, આ ક્ષણો અને આ ફિલ્મ તેના માટે ખાસ બની ગયા છે. ત્યારે મુંબઇમાં યોજાયેલા આ ફિલ્મના એક ખાસ સ્ક્રીનિંગમાં જાહન્વી તેની માતા શ્રીદેવીની સાડી પહેરીને પહોંચી હતી અને આ રીતે તેણે પોતાના ખાસ દિવસે તેની માતાને એક અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. નીરજ ઘેવાને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં જાહન્વી સાથે ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા લીડ રોલમાં છે. આ સ્ક્રીનિંગમાં જાહન્વી શ્રીદેવીની રોયલ બ્લૂ સાડી પહેરીને આવી હતી. શ્રીદેવીએ આ સાડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિસેપ્શનમાં ૨૦૧૭માં પહેરી હતી. તેનો આ લૂક ઘણો યાદગાર હતો. જાહન્વીએ પણ તેની માતાની જેમ આ સાડી ગોલ્ડન જ્વેલરી સાથે અને માતાની જેમ જ એક અંબોડો અને વેણી સાથે સ્ટાઇલિંગ કરીને તે ઇવેન્ટમાં પહોંચી હતી. આ માત્ર ફેશન સ્ટેટમેન્ટ નહોતુ પણ ખાસ દિવસે તેની માતાને અપાયેલી એક શ્રદ્ધાંજલિ હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શ્રીદેવી અને જાહન્વીના લૂકની સરખામણી પણ કરી હતી. આ ઉપરાંત અન્ય એક વાતે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઇવેન્ટમાં જાહન્વીના માનમાં તેના કથિત બોયળેન્ડ શિખર પહાડિયાનો સમગ્ર પરિવાર પણ ખાસ હાજર રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ જાહન્વીએ શ્રીદેવાની લૂકમાં કોઈ ફેરફારન કરવા બદલ તેનો આભાર માન્યો તો, કોઈએ આશા વ્યક્ત કરી હતી કે તેના માટે આ ભાવુક ક્ષણો હશે તો આશા વ્યક્ત કરી હતી કે તે પોતાની માતાને પોતાની નજીક અનુભવી શકી હશે. ઘણા લોકોએ તેના આ ટ્રેડિશનલ ઇન્ડિયન લૂકના બહુ વખાણ કર્યા હતા. જાહન્વીની આ ફિલ્મ ૨૬ સપ્ટમ્બરે થિએટરમાં રિલીઝ થશે.