Japan,તા.23
જાપાનમાં ભૂતપૂર્વ બોક્સર ઇવાઓ હાકામાદાને કોઈ પણ વાંકગુના વગર 60 વર્ષ સુધી ખોટી રીતે જેલમાં પૂરી રખાયા હતા. આ ભૂલ સુધારવા માટે પોલીસ-ચીફે તેમના ઘરે જઈને માફી માગી હતી.
કંપનીના એક્ઝિક્યુટિવ અને તેમના પરિવારના 3 સભ્યની હત્યાના કેસમાં હાકામાદાની 1966માં ધરપકડ કરવામાં આવી હતી. આ હત્યાકાંડ તેમણે નહોતો કર્યો છતાં પોલીસે ખોટા પુરાવા ઊભા કરીને તેમને સંડોવ્યા હતા. પોતે નિર્દોષ હોવાની 6 -દાયકાની લડત પછી તેમને ન્યાય મળ્યો – અને ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.
તાજેતરમાં 88 વર્ષના હાકામાદાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. શિજુઓકાના પોલીસવડા તાકાયોશી સુડા હાકામાદાના ઘરે ગયા હતા અને કહ્યું હતું કે ધરપકડથી માંડીને મુક્ત કરાયા ત્યાં સુધીનાં 58 વર્ષ તમારે અકલ્પનીય માનસિક પીડા વેઠવી પડી એ બદલ અમે માફી માગીએ છીએ. એ પછી તેમણે કેસની યોગ્ય તપાસ કરવાનો દાવો પણ કર્યો હતો.