Jasdan,તા.૩
જસદણમાં આટકોટમાં દુષ્કર્મ મામલામાં આરોપી મધુ ટાઢાણીની ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મ મામલે રાજકોટ ગ્રામ્ય એપાંચવડાથી મધુ ટાઢાણીની ધરપકડ કરી. મધુ ટાઢાણી પર આટકોટના કન્યા છાત્રાલયમાં પૂર્ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવાનો આરોપ છે.
વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલામાં મધુ ટાઢાણીની ધરપકડ કરાઈ જો કે તે પહેલા આરોપી એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે જણાવે છે કે હું જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો છું, કોઈ ધરપકડ થઈ નથી. વધુમાં તેમણે કહ્યું કે મને દુષ્કર્મ કેસમાં ફસાવવામાં આવ્યો છે. મારી સંસ્થા અને મને બદનામ કરવા કોઈ દ્વારા કાવતરું કરવામાં આવી રહ્યું છે. હું અંહી મારા પરિવારને મળવા આવ્યો હતો. અને મામલો વધુ ના બીચકે માટે મારા જ ઘરેથી પોલીસ સમક્ષ હાજર થયો છું. છાત્રાલયમાં ચાલતા વિવાદમાં મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોમાં તેમણે સ્વીકાર કર્યો કે હું પીડિતાને મળ્યો હતો. સાથે એમ પણ કહ્યું કે આ તેમને બદનામ કરવાનું કાવતરું છે. આ વીડિયોમાં મધુ ટાઢાણી ભાવુક થતા કહે છે કે કે.ડી.પી. હોસ્પિટલ અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ર્ડો.ભરતભાઈ બોઘરા તેમજ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અરજણભાઈ રામાણીને બદનામ કરવા માટે આખુ ષડયંત્ર ગોઠવવામાં આવ્યુ છે.
આ ઘટનામાં અન્ય એક આરોપી પરેશ રાદડિયા પર પણ આરોપ છે. જો કે પરેશ રાદડિયાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આટકોટની કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીએ પરેશ રાદડીયા અને મધુ ટાઢાણી ઉપરાંત માતૃશ્રી ડી.બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ પર દુષ્કર્મ મામલે ફરિયાદ દાખલ કરી છે. વિદ્યાર્થીની ફરિયાદમાં કહ્યું કે તેની સાથે ટાઢાણી અને પરેશ રાદડિયાએ બળજબરીપૂર્વ દુષ્કર્મ કર્યું હતું ઉપરાંત તેને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. દુષ્કર્મ મામલામાં ફરિયાદ બાદ મધુ ટાઢાણીની આજે ધરપકડ કરવામાં આવી.