Jasdan, તા.17
જસદણ વીંછીયા અને બાબરા આ ત્રણેય પંથકના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને હાડકાના દર્દોની અત્યાધુનિક સારવાર મળી રહે એવા એક માત્ર ધ્યેયની વરેલી સરધારા ઓર્થોપેડિક હોસ્પિટલ તેની સફરના આજે 12 વર્ષ પૂર્ણ કરી 13માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે.
ત્યારે આ હોસ્પિટલના વડા ડો. વિજયભાઈ સરધારાને (મો.9409405370) ઉપર તેની પૂર્વ સંધ્યાએ જ ઠેરઠેરથી શુભકામનાઓ વરસી હતી. જસદણની આ હોસ્પિટલ સંપૂર્ણત: હાડકાની હોસ્પિટલ છે અહીં તમામ સારવાર એક છત્ર નીચે પ્રાપ્ય છે જેથી દર્દીઓને અન્યત્ર જવાની જરૂર રહેતી નથી હોસ્પિટલમાં સ્પેશ્યલ રૂમ તેમજ સેકન્ડ કલાસ જનરલ વોર્ડ વગેરે ઉપલબ્ધ છે.
સમાજના દરેક વર્ગને પોસાય તે માટે આ તમામ રૂમનું ભાડું અને સારવાર પણ રાહતરૂપ છે હાલ જસદણ વીંછીયા અને બાબરા તાલુકાના ગામોના મોટી સંખ્યામાં દર્દીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યાં છે મેડીકલ ક્ષેત્રે દિન પ્રતિદિન પ્રગતિ થઈ રહી છે દેશ અને દુનિયામાં વિકસી રહેલ અધતન સારવાર સાથે કદમ મિલાવતી આ હોસ્પિટલમાં ઓર્થોપેડિકની તમામ પ્રકારની સારવાર એક છત હેઠળ ઉપલબ્ધ થાય છે.
ખાસ કરીને સર્વ જન હિતાય, સર્વ જન સુખાયના ચોક્કસ ધ્યેયને વરેલી આ હોસ્પિટલના ડો. વિજયભાઈ એક ઉમદા માનવી છે હસમુખો, મળતાવડો સ્વભાવ ધરાવતાં હોવાથી દર્દીઓને પણ દર્દમાં માનસિક રાહત થાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે ડો.વિજયભાઈ સરધારા રાજકોટમાં 150 રિંગરોડ પર બાલાજી હોલની સામે આવેલ આરોગ્યમ હોસ્પિટલમાં પણ સેવારત છે તાજેતરમાં ખૂલેલી આ હોસ્પિટલમાં પણ વિજયભાઈએ અનેક દર્દીઓને સાજા કર્યા છે.