એસઓજી એ દરોડો પાડી 2 .310 કિલોગ્રામ ગાંજો, બાઈક અને મોબાઈલ મળી 48 600 નો મુદ્દા માલ કબજે કર્યો
Jasdan,તા.02
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વડોદ થી શિવરાજપુર ગામ વચ્ચે લાલકા વાવ ગામ પાસે થી એસોજીએ દરોડો પાડી 2 કિલો 310 ગ્રામ ગાંજાના જથ્થા સાથે વડોદ ગામના જશવંત આંબા સદાદીયા ની ધરપકડ કરી બાઈક ,ગાંજો અને મોબાઈલ મળી 48 600 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા અને ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા જિલ્લા પોલીસવાળા હિમકરસિંહ એ આપેલી સુચના પગલે એસ.ઓ.જી. પો.ઇન્સ. એફ એ પારગી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જસદણ તાલુકાના વડોદ ગામે રહેતો જશવંત આંબા સદાદીયા નામનો gj 3 e j597 નંબરના બાઈકમાં વડોદ ગામ થી શિવરાજપુર ગામે ગાંજા સાથે નીકળ્યો હોવાની એ.એસ.આઇ વિપુલભાઈ ગુજરાતીને મળેલી વાતમીના આધારે પીએસઆઇ કે એમ ચાવડા ,હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ પ્રહલાદસિંહ રાઠોડ અને અનિરુદ્ધ સિંહ જાડેજા સહિતના સ્ટાફે લાલકા વાવ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ઉપરોક્ત નંબરના પુરપાટ ઝડપે નીકળેલા બાઈકને અટકાવી તલાસી લેતા જેમાં જશવંત આંબા સદાધ્યાના કબજા માંથી બે કિલો 310 ગ્રામ ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી પોલીસે ગાંજો મોબાઈલ અને બાઇક મળી 48 600 નો મુદ્દા માલ કબજે કર્યો છે. ઝડપાયેલ જશવંત આંબાએ જાતે કામગીરી બંદૂક બનાવી હતી તે બંદૂકની મદદથી ત્રણ માસ પૂર્વે શિકાર કરવા નીકળેલ ત્યારે એસસોજીએ તેને દબોચી લીધો હતો અને તેના કબજા માંથી 420 છરા, ૨૫ ગ્રામ ગન પાઉડર અને 11 ટીલડી મળી આવી હતી. પોલીસે જશવંત આંબા આ ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે તપાસનો ધમધમાટ આદર્યો છે.