Mumbai,તા.28
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનાં સૌથી લોકપ્રિય કપલ જય ભાનુશાળી અને માહી વિજનું લગ્નજીવન ભંગાણના આરે છે. લગ્નના ૧૪ વર્ષ બાદ તેમણે ડાઈવોર્સ પેપર્સ ફાઈલ કરી દીધાં હોવાનું કહેવાય છે.
વ્યક્તિગત વિખવાદના કારણે તેઓ છૂટાં પડી રહ્યાંનું કહેવાય છે. ગત વર્ષના જૂન પછી તેમણે સોશિયલ મીડિયા પર કોઈ તસવીર પણ શેર કરી નથી.
જય અને માહીએ ૨૦૧૧માં લગ્ન કર્યાં હતાં. ૨૦૧૭માં તેમણે પોતાનાં કેરટેકરનાં સંતાનો રાજવીર અને ખુશીને દત્તક લીધા હતા. આ પછી માહીએ ૨૦૧૯માં પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ તારા છે. તેઓ અવારનવાર પોતાના સંતાનોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં હતાં. આ સંતાનોની કસ્ટડીનો નિર્ણય પણ થઈ ચૂક્યો હોવાનું કહેવાય છે.

