ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનાં સૌથી લોકપ્રિય કપલ જય ભાનુશાળી અને માહી વિજનું લગ્નજીવન ભંગાણના આરે છે. વર્ષ 2011માં લગ્નના બંધનમાં બંધાયેલા આ કપલે 14 વર્ષ સાથે રહ્યા બાદ હવે લગ્નના 14 વર્ષ બાદ હવે અલગ થવાનો નિર્ણય કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વચ્ચે હવે ઈન્સ્ટાગ્રામ પર બંનેએ એકબીજાની તસવીરો હટાવી દીધી હોવાનું સામે આવ્યું છે. જોકે, ગત વર્ષના જૂન પછી તેમણે સોશિયલ મીડિયા પર કોઈ તસવીર પણ શેર કરી નથી. જણાવી દઈએ કે, બંને લાંબા સમયથી અલગ રહે છે. વ્યક્તિગત વિખવાદના કારણે તેઓ છૂટાં પડી રહ્યાંનું કહેવાય છે.
જય અને માહીએ 2011માં લગ્ન કર્યાં હતાં. 2017માં તેમણે પોતાનાં કેરટેકરનાં સંતાનો રાજવીર અને ખુશીને દત્તક લીધા હતા. આ પછી માહીએ 2019માં પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ તારા છે. તેઓ અવારનવાર પોતાના સંતાનોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં હતાં. આ સંતાનોની કસ્ટડીનો નિર્ણય પણ થઈ ચૂક્યો હોવાનું કહેવાય છે. જોકે, સત્તાવાર રીતે આ અંગે બંને દ્વારા કોઈ માહિતી જાહેર કરાઈ નથી.
પરંતુ ગત કેટલાક મહિનાઓથી જય અને માહી સાથે નજરે નથી આવી રહ્યા. તેમના વ્લોગ્સ અને પોસ્ટ્સ બંધ થઈ ચૂક્યા હતા. છેલ્લીવાર બંને પોતાની દીકરી તારાના જન્મદિવસે ઓગસ્ટ 2024માં સાથે દેખાયા હતા, જ્યારે તેમણે એક થીમ પાર્ટી રાખી હતી. ત્યારબાદ બંનેના રસ્તા અલગ થતા ગયા. હાલમાં જયને પોતાની દીકરીઓની સાથે રજા માણતો જોવા મળ્યો, જ્યારે માહી બાળકો સાથે એક નવા ઘરમાં શિફ્ટ થઈ ચૂકી છે.




