Morbi,તા.26
નવા ધરમપુર ગામ નજીક જેસીબી ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં કાર ચાલક વૃદ્ધને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના જુના ધરમપુર ગામના રહેવાસી નાનજીભાઈ ખાનાભાઇ વાલેરા (ઉ.વ.૬૪) નામના વૃદ્ધે જેસીબી જીજે ૦૪ એપી ૦૧૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ ના રોજ ફરિયાદી પોતાની ક્રેટા કાર લઈને નવા ધરમપુર ગામથી આગળ હનુમાનજી મંદિર પાસેથી જતા હતા ત્યારે જેસીબી ચાલકે બંને સાઈડ જોયા વગર એકદમ ખરાબામાંથી રોડ પર જેસીબી ચડાવ્યું હતું અને નાનજીભાઈની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીને પગ અને પાસ્લીના ભાગે ફ્રેકચર જેવી ગંભીર અને શરીરે નાની મોટી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે