Mumbai,તા.11
ઈંગ્લેન્ડ સામેનો અંતિમ ટેસ્ટ મેચ જીતીને શ્રેણી સરભર કરી લેનાર ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી-કેપનું ઓકશન યોજાયું હતું તેમાં કપ્તાન શુભમન ગીલની જર્સીનાં રૂા.5.41 લાખ મળ્યા હતા.
ઈંગ્લેન્ડ સામેની લોર્ડસ ટેસ્ટમાં ગીલે જે જર્સી પહેરી હતી તેમાં પોતાના હસ્તાક્ષર સાથેની આ જર્સી બડસ ચેરીટી ઓકશનમાં મુકવામાં આવી હતી. હરરાજીમાં તેના રૂા.5.41 લાખ મળ્યા હતા.
કોઈપણ ભારતીય ક્રિકેટરની જર્સીનો સૌથી ઉંચો ભાવ હતો. કે.એલ.રાહુલની જર્સીનાં 4.70 લાખ મળ્યા હતા. ઋષભ પંતના હસ્તાક્ષરવાળી કેપ રૂા.1.76 લાખમાં વેંચાઈ હતી.