ગોંડલના ધવલ સાવલિયાએ શરાબ ઉતાર્યો હોવાનું ખૂલ્યું , દસ દિવસ પૂર્વે વેરહાઉસ ભાડે રાખ્યું હતું
Jetalsar,તા.29
રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જેતપુર તાલુકાના જેતલસર ગામે ગલગલીયા હોટલ પાસે ૧૦ દિવસ પૂર્વે ભાડે રાખેલા ગોડાઉનમાં કટીંગ થાય તે પૂર્વે તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી રૂપિયા 11.76 લાખની કિંમતનો 5940 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. દિવાળી ના તહેવારો પૂરે બુટલેગરો દ્વારા મોટા પાયે હિતેશે દારૂનો જથ્થો મંગાવી છુપાવ્યો હોવાની રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ને ધ્યાને આવતા દારૂબંધીનો કડક સાથે અમલ કરવા આપેલી સૂચનાને પગલે જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ એ.એમ.હેરભા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે ગોંડલ તાલુકાના નાગડકા ગામનો ધવલ રસિક સાવલિયા નામના શકશે જેતપુર જુનાગઢ નેશનલ હાઇવે પર આવેલા જેતલસર ગામે આવેલી ગલગલીયા હોટલ સામે ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની પીએસઆઇ ઋતુરાજસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ગોડાઉન માંથી રૂપિયા 11.76 લાખની કિંમતની 5,940 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો છે. પોલીસની દરોડાની ગંધ આવી જતા બુટલેગર ધવલ સાવલિયા નાસી જવામાં સફળ રહ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગોડાઉનના માલીકની પુછપરછ કરતા ગોડાઉન ધવલભાઈ રસીકભાઈ સાવલીયા (રહે. ના ગડકા તા.ગોંડલ જિ. રાજકોટ ) છેલ્લા દશેક દિવસથી સુંદર ગોડાઉન ભાડેથી રાખેલ હોય અને કબ્જો પણ તેઓની પાસે હોય જે ભાડુઆતથી આપેલ અંગે ભાડુઆત કરાર તથા ધવલભાઈ રસીકભાઇ સાવલીયાના આધારકર્ડની નકલ રજુ કરતા હોય જેની તપાસ અર્થે કબ્જે કરેલ છે. ધવલભાઈ રસીકભાઈ સાવલીયાએ પોતાના કબ્જા ભોગવટાના ભાડેથી રાખેલ ગોડાઉનમાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ-૫૯૪૦ કિ.રૂ. ૧૧,૭૬,૩૭૨/- નો મુદામાલ કબજે કર્યો છે.