Jetpur,તા.09
ભાદરપુલ પાસે ટ્રેન નીચે યુવક કપાયા હોવાની ઘટના સામે આવી હતી રાજકોટથી વેરાવળ જતી જબલપુર ટ્રેન નીચે અજાણ્યો યુવક આશરે 40 વર્ષીય ટ્રેન હડફેટે આવી જતા મોત નિપજ્યું હતુ. ઉદ્યોગ નગર પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતી પોલીસે અજાણ્યા યુવક અને ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે જેતપુર નજીક આવેલાં ભાદરના મોટાપુલ ઉપર આજે બપોરના સમયે પસાર થતી રાજકોટ થી વેરાવળ જતી જબલપુર ટ્રેન હડફેટે આવી જતા યુવક કપાયો હતો.યુવકના શરીરના કટકા થયા હતા
આ બનાવની જાણ થતાંની સાથે જ રેલવે પોલીસ અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ,યુવકની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવાગઢ ભાદરના પુલ પર બંને સાઇડ રેલિંગ ખુલી હોય જેથી આત્મહત્યા અને લોકો શોર્ટકટથી પસાર થતા હોય છે ત્યારે ટ્રેન અડફેટે આવતા હોય છે. આમ આ દિવસે ને દિવસે ભાદરના પુલ પર આત્મહત્યા અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા સાવધાની માટે કાળજી લેવી જરૂરી બની તેવી લોક માંગ ઉઠી છે.