Jetpur,તા.09
જેતપુર તાલુકા પોલીસે વાડાસડા ગામે વાડી ઓરડીમાંથી ઈગ્લીશ દારૂ ઝડપી આરોપીની શોધખોળ હાથ ધરી છે
જાણવા મળતી વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાડાસડા ગામેથી પસાર થતા બાતમી મળેલ કે ભરત ચૌહાણ પોતાની વાડીની ઓરડીમાં ઈગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય જે આધારે પોલીસે રેડ કરતા વાડીની ઓરડીનો દરવાજો બંધ હોય તેમજ ભરત ચૌહાણ હાજર ન હોય પોલીસે ફોન કરતા ફોન સ્વીચ ઓફ કરી દીધેલ જેથી પોલીસે ઓરડીનું તાળુ તોડી તપાસ કરતા અંદરથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧ કિ. રૂા. ૬,૮૬૪નો મળી આવતા તાલુકા પોલીસે દારૂનો કબ્જો લઈ ભરત ચૌહાણ વિરૂધ્ધ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે