Jetpur,તા.21
પોલીસ અને એફએસેલ ટીમ દોડી ગઈ, તપાસનો ધમધમાટ શરૂ,
રાજકોટ જિલ્લાના જેતપુરમાં અવાવરું જગ્યા પરથી માનવ કંકાલની ખોપરી મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. ફોરેન્સિક ટીમની મદદથી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. પોલીસે સ્થળ પરથી મળેલ ખોપરી ચકાસણી માટે ફોરેન્સિક લેબમાં મોકલી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારમાં શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એવા સામા કાંઠા વિસ્તારના હંસરાજ નગરના અવાવરું જગ્યા પર ત્યાંના કોઈ સ્થાનિક કુદરતી હાજતે ગયેલ હોઈ તેમની નજર પડતા આજુબાજુના સ્થાનિકોને જાણ કરતા માનવ કંકાલની ખોપરી આજુબાજુના કચરાના ઢગલા પરથી મળી આવતા સનસનાટી મચી જવા પામી પામી હતી આ જગ્યા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ઉદ્યોગ નગર પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પોલીસે પોલીસે માનવ ખોપરી અને અન્ય માનવ કંકાલને કબજે લઈ ફોરેન્સિક લેબમાં મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એફએસએલના મતે આ માનવ કંકાલ ખોપરી અઢી વર્ષ જૂનું હોવાનું જણાવ્યું છે.હજુ પણ પુરા રિપોર્ટ આવે સમગ્ર હકીકત બહાર આવશે. આ બનાવ હત્યાનો છે કે કેમ? તેમજ ખોપરી સહિત માનવ કંકાલ કોણ મૂકી ગયું? અથવા તો અહી કેમ આવ્યું અને આ કંકાલ મહિલાનું છે કે પુરુષનું? સહિતની દિશામાં ઉદ્યોગ નગર પોલીસ એલસીબી અને એસોજી સહિતના સ્ટાફ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.