ગુમ મોબાઈલ પરત મેળવીને મૂળ માલિકો પોલીસ પર થયા “આફરીન”
Jetpur,તા.05
રાજકોટ રેન્જમાં મિલકત સંબંધી ગુનાઓ પર કાબુ મેળવી ગુમ કે ચોરીની વસ્તુઓ મૂળ માલિકોને પરત અપાવવા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ પોલીસ અધિક્ષક હિમકરસિંહ ના આદેશોના પગલે જેતપુર પોલીસે ગુમ થયેલા અને ખોવાયેલા કીમતી ચાર મોબાઇલ મૂળ માલિકોને પરત કરાવ્યા હતા. વીરપુર પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ મોબાઇલની અરજીઓના આધારે સીઈઆઇઆર પોર્ટલ નો ઉપયોગ કરી ટેકનિકલ માહિતીથી રેડમી, એમ આઇ, ઓપો, અને વાયવો મળી કુલ ચાર, મોબાઈલ નો ૪૩,૯૯૮ નો મુદ્દા માલ અરજદારોને પરત અપાવતા અરજદારો પોલીસની કામગીરી પર આફરીન થઈ ગયા હતા આ કામગીરીમાં વીરપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ જી રાઠોડ અને ટીમના ધર્મેન્દ્રભાઈ વરજાંગભાઈ આદિતિબેન સુભાષભાઈ ટીલાવત દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી