China,તા.30
દક્ષિણ-પશ્ચિમ ચીનના જિયાંગયો શહેરમાં એક નાની કેફે આજકાલ બહુ ચર્ચામાં છે. એનું કારણ છે અહીં મળતી વિચિત્ર કોફી. એમાં ભૂંડનાં આંતરડાંમાંથી કાઢેલું પ્રવાહી પણ મેળવવામાં આવે છે.
આ કોફી આમ તો મોંઘી નથી, પરંતુ એમાં જે નખાયું છે એ ચાખવા માટે લોકો લાઇન લગાવી રહ્યા છે. એનું નામ જ પાડ્યું છે ઇન્ટેસ્ટાઇન કોફી. મલતબ કે આ કોફીમાં ભૂંડનાં આંતરડાંમાંથી ચોક્કસ અર્ક કાઢીને મેળવવામાં આવે છે.
32 યુઆન એટલે કે લગભગ 270 રૂપિયામાં એક કપ કોફી મળે છે. એમાં પણ પાછા ત્રણ પ્રકાર છે. આગળના આંતરડાનો અર્ક, વચલા આંતરડાનો અર્ક અને છેક છેવાડાના આંતરડાનો અર્ક. પીનારાઓનું કહેવું છે કે આ કોફી માત્ર સ્વીટ નથી હોતી, પરંતુ થોડીક પરંતુ સોલ્ટી પણ હોય છે