લગ્નના દબાણથી કંટાળી ભુવા નવલસિંહે પ્રેમિકાનો કાંટો કાઢી નાખ્યા બાદ તેના માતા, પિતા અને ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા
Rajkot,તા.08
વઢવાણના તાંત્રિક ભુવા નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી નગ્મા નામની યુવતીની હત્યા કર્યા બાદ પોતાનો ભાંડો ન ફૂટે તે માટે નગ્માના માતા-પિતા અને ભાઈની પણ ઠંડે કલેજે હત્યાના ગુનામાં જેલ હવાલે જીગર ગોહેલ ના અદાલતે જામીન ફગાવી દીધા છે.પોલીસની પુછપરછમાં નવલસિંહને નગ્મા સાથે પ્રેમસંબંધ છે. જેથી નગ્મા લગ્ન કરવા માટે દબાણથી કંટાળી નવલસિંહે તેનો કાંટો કાઢી નાંખવાનું નકકી કરી લીધું હતું. ભુવો નગ્માને ઘરે આવી મેલડી માતાના મઢમાં લઈ ગયો હતો બોટલમાંથી પાવડરવાળું પાણી પીવડાવ્યું હતું. નગ્મા મરી ગયાનું જણાવી તેની લાશને નવલસિંહની કારમાં વાંકાનેર લઈ જઈ તેના ભાણેજ શક્તિરાજ ઉર્ફે કાનાએ ખોદેલા ખાડામાં દાટી દીધી હતી. નવલસિંહનો સંપર્ક કરતાં ત્રણેક માસ બાદ પરત આવી જશે તેમ કહ્યું હતું.નગ્મા પરત નહીં આવતા તેના પરિવારજનોએ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. નવલસિંહને પોતાનો ભાંડો ફૂટી જશે તેમ જણાતાં તેણે કૌટુંબિક સાળા જીગરની મદદથી નગ્માના માતા-પિતા અને તેના ભાઈનો નિકાલ કરવા વીધિના નામે પડધરી નજીક રામપર ગામ નજીક પાવડર અને શીશીમાંથી ઝેરી દવા પીવડાવી દીધી હતી. પડધરી પોલીસને ભગવતીપરામાં રહેતાં કાદરભાઈ મુકાસમ ,તેના પત્ની ફરીદાબેન અને પુત્ર આસીફ ની લાશ મળી હતી. નવલસિંહે ત્રણેયની હત્યા કર્યાની જે-તે વખતે કબુલાત આપી હોવાથી તેની કૌટુંબિક સાળા જીગરની મદદ ખુલતા પોલીસે બંને વિરૂધ્ધ આ ત્રિપલ મર્ડર અંગે પડધરી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય તેથી આરોપીઓ સામે કોર્ટમાં ચાજૅસીટ કરવામાં આવેલું અને ચાજૅસીટ પછી જીગર ભનુભાઈ ગોહિલે જામીન પર છૂટવા માટે કોર્ટમાં અરજી કરિ હતી. જામીન અરજી સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ ની દલીલ જીગર ગોહિલ કાવતરા માં પહેલેથી જ સામેલ છે, લોકોને પાવડર આપીને મારવાના છે અને નવલસિંહ ભુવા હોય અને જોવાનું કામ કરતા હોય જેથી આ લોકોને તાંત્રિક વિધિ ના બહાને બોલાવી ગુનાહિત કાવતરું રચેલું હતું . પાણીમાં પાવડર મિક્સ કરીને આ ત્રણેય લોકોને તાંત્રિક વિધિના નામે ઝેરી પાવડર પાઈ દીધેલ અને તેઓ મરણ ગયેલ તેવું પોલીસ પેપર પરથી સ્પષ્ટ જણાઈ આવે છે આ કામમાં સરકાર તરફે બિનલબેન અશોકકુમાર રવેશીયા હાજર થયેલા અને કોર્ટમાં બંને પક્ષોની દલીલ બાદ જીગરની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.