Veraval,તા.31
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા,ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ વી.આર.ખેંગાર ના માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં તા.૩૦/૦૭/૨૦૨૫ ના રોજ પ્રોહીની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ,
જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ એસ.ઓ.જી. ઈ.ચા. પો.ઇન્સ. એન.એ.વાઘેલા તથા વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી./એસ.ઓ.જી., તથા વેરાવળ પો.સ્ટે. સ્ટાફની ફુલ-૦૬ ટીમો બનાવી પ્રોહી મેગા ડ્રાઇવ દરમ્યાન વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં દેશી દારૂ તથા આથ ના ૬ કેસ કી.રૂ.૩૯,૯૬૦/ કરવામાં આવેલ જેમાં અલગ અલગ જગ્યાએ રેઇડો કરવામાં આવેલ જેમાં ૪૫ નીલ રેઇડ અને ૫૨ પ્રોહી બુટલેગર ને ત્યાં ચેક કરી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.