New Delhi તા.9
મશહુર ગાયક જુબીન ગર્ગનાં મોતના મામલામાં તપાસ ચાલી રહી છે.દરમ્યાન એવી સનસનીખેજ વિગતો બહાર આવી છે કે જુબીનના પિતરાઈ ભાઈ અને ડીએસપી સંદીપનની ધરપકડ કરાઈ છે.પોલીસના જણાવ્યા મુજબ સિંગાપોર યોટ પાર્ટીમાં જુબીન સાથે તે પણ સામેલ હતો.
ખરેખર તો જુબીનનો પિતરાઈ ભાઈ સંદીપની પોલીસ સેવામાં કાર્યરત છે. આ પુરા કેસમાં અત્યાર સુધીમાં પાંચ વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પર વર્ષિય ગાયક જુબીન ગર્ગનું મૃત્યુ ગત મહિને સિંગાપોરમાં એક યાટમાં પાર્ટી દરમ્યાન સમુદ્રમાં તરતી વખતે ડુબી જવાથી થયુ હતું. જયાં તેઓ પાણીમાં ઉંધા મોઢે મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
ગર્ગના મોત બાદ આ કાર્યક્રમ રદ કરી નાખવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ સિંગર જુબીનનાં પિતરાઈ ભાઈ સંદીપનની ધરપકડ બાદ એસઆઈટી સંદીપનને અદાલતમાં રજુ કરશે. સીંગરનાં મોતની તપાસ સીઆઈડી કરી રહી છે.