New Delhi, તા.10
સુપ્રિમ કોર્ટે ગુરૂવારે મહત્વપૂર્ણ ફેસલામાં કહ્યું હતું કે જે 7 વર્ષોની વકીલાત પુરી કરી ચૂકેલા ન્યાયિક અધિકારી બારકોટા અંતર્ગત જિલ્લા જન/અપર જીલ્લા જજ બની શકે છે. બંધારણીય બેન્ચે પોતાના ફેસલામાં સ્પષ્ટ કરી દીધુ હતું કે જીલ્લા જજના પદ પર સીધી ભરતી માટે નિર્ધારીત 25 ટકા કોટા માત્ર બાર ઉમેદવાર માટે નથી.
દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈની આગેવાનીવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચે સહમતીવાળા બે અલગ અલગ ફેસલા પસાર કર્યા.સી.જે.આઈ ગવઈએ ફેસલો સંભળાવતા કહ્યું હતું કે અધિનસ્થ ન્યાયીક સેવાઓમાં ભરતી થતા પહેલા બારમાં 7 વર્ષનો કાર્યકાળ પુરો કરી ચુકેલા ન્યાયીક અધિકારી સીધી ભરતી પ્રક્રિયા અંતર્ગત
જીલ્લા જજના પદ પર નિયુકિતનાં પાત્ર છે.
ફેસલામાં કહેવામાં આવ્યું હતું કે જીલ્લા જજ બનવાની પાત્રતા આવેદન તિથિ અનુસાર જોવામાં આવશે. સાથે સાથે સમાન અવસર નિશ્ચિત કરવા માટે પીઠે જણાવ્યું હતું કે જીલ્લા જજની સીધી ભરતી માટે ઉમેદવારોની ન્યુનતમ વય 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
જજોનો અનુભવ વકીલોથી વધુઃ
સુપ્રિમ કોર્ટઃ સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ ફેસલામાં કહ્યું હતું કે એક ન્યાયિક અધિકારી દ્વારા પ્રાપ્ત અનુભવ એક વકીલની તુલનામાં વધુ હોય છે. પીઠે કહ્યું હતું કે ન્યાયિક અધિકારીઓ દ્વારા જજ તરીકે કાર્ય કરતાં મળેલ અનુભવ, એક વ્યકિત દ્વારા વકીલ તરીકે કાર્ય કરતાં અનુભવથી ઘણો વધુ હોય છે. બંધારણીય પીઠે કહ્યું હતું કે બધા રાજયો, હાઈકોર્ટનાં માટે નિયમ બનાવે.