અંદાજે સાતેક વર્ષ પૂર્વે બનેલી તળાજાની કોર્ટ બિલ્ડીંગને ભ્રષ્ટાચારનો લૂણો લાગ્યો હોય તેમ ટૂંકાગાળામાં બિલ્ડીંગ જર્જરિત થઈ જતાં અહીં કામ કરતાં ન્યાયધિશથી લઈ કોર્ટ સ્ટાફ અને વકીલો પર જીવનું જોખમ ઉભું થયું છે. પીડબલ્યુડી વિભાગને વારંવાર જાણ કરવા છતાં મરામત ન થતાં તળાજા વકીલ મંડળે ગત મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી દિધી હતી.આ તરફ હડતાળના કારણે એક કોર્ટના દૈનિક ૩૦ લેખે ચાર કોર્ટના ૧૨૦ કેસની દૈનિક સુનાવણી અટકી પડી છે. સાથે જ કોર્ટમાં આવતાં વકીલો, અસીલાને ધક્કો પડી રહ્યો છે. જો કે,તળાજા પીડબ્લ્યુડીના સેક્સન ઓફિસરે દાવા સાથે જણાવ્યું કે, બિલ્ડીંગની છતમાંથી પાણી પડવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને પાંચ દિવસમાં ૭૫% કામ પૂર્ણ કર્યું છ.ફનચર,પ્લમબિંગના કામની સાથે પરિસરમાંથી ઝાડી ઝાંખરા દૂર કરવાનું કામ પણ ચાલું હોવાનું દાવામાં ઉમેર્યું હતું. જેની સામે તળાજા બાર એસો.એ બિલ્ડીંગની મજબુતાઈનો અહેવાલ માગ્યો છે.સાથે જ આ મામલે હાઈકોર્ટ સેક્રેટરીનો સમય માંગી તેમને વિગતવાર રજૂઆત કરવાનો તખ્તો ઘડાયો હોવાનું વકીલોએ જણાવ્યું હતું. તળાજા કોર્ટ બિલ્ડીંગ માત્ર સાતેક વર્ષમા જ નબળું પડી જતાં નબળી ગુણવત્તા નું બાંધકામની ચાડી ખાઈ રહ્યું છે. આ મામલે તળાજાના એક નિવૃત્ત શિક્ષકે બાંધકામ એજન્સીથી લઈ ખર્ચ સહિતની વિગતો એકત્રિત કરી છે. આગામી દિવસોમાં તેઓ ન્યાયિક લડતના મૂડમાં હોવાનું જાણવા મળેલ છે.
Trending
- Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન
- આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ
- Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- 05 નવેમ્બર નું પંચાંગ
- 05 નવેમ્બર નું રાશિફળ
- Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા
- New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ

