વ્હાઈટ હાઉસના પ્રવકતાનો સંકેત: બન્ને દેશોના પ્રતિનિધિ મંડળ મળશે
Washington,તા.27
અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ ચીન સાથે શું વ્યાપાર કરાર થયો તે અંગે મૌન સેવ્યું છે પરંતુ માનવામાં આવે છે કે રેર અર્થ મટીરીયલ્સની બાબતે અમેરીકાએ ચીનને સંતોષ થાય તે રીતે કરાર કર્યા છે પરંતુ ભારત સાથેના વ્યાપાર કરાર અંગે જે તા.9 જુલાઈની ડેડલાઈન વધારાના ટેરીફના અમલ માટે નિશ્ચિત કરી હતી તેમાં હવે વધારો કરાય તેવી શકયતા છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવીટે જણાવ્યું હતું કે બન્ને દેશોના પ્રતિનિધિઓની મુલાકાતના સેડયુલને ધ્યાનમાં રાખીને 9 જુલાઈની જે ટેરીફ ડેડલાઈન છે તેને વધારવામાં આવશે.
અગાઉ પ્રમુખ ટ્રમ્પે જાહેર કયુર્ં હતું કે, ભારત સાથે 9 જુલાઈ સુધીમાં વ્યાપાર કરાર ન થાય તો અમેરીકાએ જે ઉચા ટેરીફ નિશ્ચિત કર્યા તે આપોઆપ લાગુ થઈ જશે. પરંતુ તે ડેડલાઈન હવે વધશે.