Junagadh,તા.૨૮
રાજ્યમાં કમોસમી વરસાદની સાથે હાલ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક ૬૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. આજે આખો દિવસ રોપ-વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.
જૂનાગઢ જિલ્લાના ગીરનાર રોપ-વે બંધ કરાયો છે. ભારે પવનને લઈ સૌથી મોટો નિર્ણય લેવાયો છે. ગીરનાર પર્વત પર ૬૦ કિમીથી વધુ ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ-વે ફરી શરૂ કરાશે. ગિરનાર પર્વત પર આજ સવારથી જ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માતાના દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે. પરંતુ આજે રોપ વે શરૂ થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે.
ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે તેને જોતા રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગે આગામી દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ સવારે અને સાંજ પછીના સમયમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં, ઉત્તરાયણ નજીક આવે ત્યારે ફરી એકવાર ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ માવઠાની આશંકા નથી. પરંતુ આગામી ત્રણ દિવસ ઠંડીમાં રાહત મળશે નહીં. આ સાથે ગુજરાતીઓ ઠંડા પવનનો પણ અનુભવ કરી રહ્યા છે. આપને જણાવીએ કે, ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેમાં પવનની ગતિ પણ મોટો ભાગ ભજવી રહી છે.