Junagadh,તા. 20
જુનાગઢ મહાનગરમાં જૈન સંવંતસરી અને ગણેશ ચતુર્થીના તહેવારો સબબ મટન વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આગામી તા. ૨૦ થી ૨૮ મી ઓગસ્ટ સુધી મટન માર્કેટ બંધ રાખવા મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે, અને જો આ આદેશનો ભંગ થશે તો મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે.
જૂનાગઢ મનપા કમિશનર દ્વારા ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ મુજબ આગામી દિવસોમાં જૈન સંવતરી અને ગણેશ ચતુર્થીના ધાર્મિક તહેવારો આવતા હોય, મહાનગરપાલિકા વિસ્તારમાં પર્યુષણ પર્વ નિમિત્તે તા. ૨૦ થી તા. ૨૮ મી ઓગસ્ટ સુધી મટન માર્કેટ અને માછલી બજાર બંધ રાખવા તથા માસ, મટન, ઈંડા, ચિકન અને માછલી વેચાણ કરતી દુકાનો અને લારીઓને પણ બંધ રાખવા આદેશ કરાયો છે.
આ આદેશમાં જણાવાયું છે કે, જો આ આદેશોનું પાલન કરવામાં નહીં આવે અને આદેશનો ભંગ થશે તો, મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ મનપાના જન સંપર્ક અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે.

