Junagadh તા.27
જુનાગઢના યુવકનું ઝાડ સાથે મોપેડ અથડાતા સ્થળ પર મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગેની વિગત મુજબ જુનાગઢ ટીંબાવાડી બસસ્ટેશન પાસેની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ જસાણીનો પુત્ર દિપલ (ઉ.21) વંથલી રોડ પર ખેંગાર વાવની સામે આવેલ મશીન રીપેરીંગના પોતાના વર્કશોપ ખાતેથી ઘરે આવવા રાત્રીના નીકળેલ.
પોતાનું મોપેડ નં. જીજે 11 સીકે 1810માં સ્ટેરીંગનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પીપળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ જતા રોડની સાઈડના ખાડામાં યુવાન પડી ગયો હતો. માથા મોઢામાં ગંભીર ઈજા થવા પામી હતી. સવારે યુવાન પડેલો જોઈ દવાખાને લઈ આવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.
એકનો એક પુત્ર હોવાથી પરીવાર ભાંગી પડયો હતો. સાતેક વર્ષ પહેલા દિપલના કાકા પણ તેના મોટર સાયકલ સાથે ઝાડ સાથે અથડાતા તેમનું પણ આજ રીતે મોત નોંધાયાનું જાણવા મળેલ છે.
દુષ્કર્મ
ભેંસાણથી 17 કિ.મી. દુર ગોરવીયાળી ગામે રહેતી 45 વર્ષની પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા ત્રણેક માસથી આજ ગામનો રહીશ આરોપી રવી ભાણા સોલંકીને કરીયાણાની દુકાન હોય તેમણે પરિણીતા સાથે સબંધ કેળવી બળજબરીથી વારંવાર દુકાને બોલાવી દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ નોંધાવતા ભેંસાણ પોલીસે બીએનએસ ક. 64 (2) (એમ) 351 (3) પોકસો એકટ-7 4-6-8-12 મુજબ ગુન્હો નોંધી પીએસઆઈ આર.બી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.
અપહરણ
ભેંસાણથી 16 કિ.મી. દુર નવા પસવાડા ગામે રહેતી ફરીયાદી મહિલાની દિકરી ઉ.17 વર્ષ 4 માસ વાળીને ગત તા.25/12ના રોજ કોઈ અજાણ્યો ઈશમ વાલીપણામાંથી ભગાડીને લઈ ગયાની ફરીયાદ નોંધાવતા ભેંસાણ પોલીસે બીએનએસ ક.137 (2) મુજબ પીએસઆઈ આર.પી. વણઝારાએ હાથ ધરી છે.