Junagadh તા.26
Junagadhનો રહીશ બુટલેગર ધીરેન કારીયા સામે સી ડીવીઝન પોલીસમાં જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધાયો છે તેમજ અન્ય એક શખ્સ સામે પણ જાહેરનામાનો ગુન્હો સી ડીવીઝનમાં નોંધાયો છે.
હાલ હાજર નહી મળેલ બુટલેગર ધીરેન કારીયા રે. Junagadh વાળાએ Junagadh મધુરમ વિસ્તાર (ટીંબાવાડી)ના મેડીકલ સ્ટોર ઉપરના માળે પોતાની સંયુકત ભાગીદારી હીસ્સાની દુકાનો મજકુર સીકંદર કુરેશી રે. માણાવદર વાળાઓને માસીક ભાડા પેટે રૂા.45000ના એગ્રીમેન્ટથી ચલાવવા આપેલ. જેની સબંધિત પોલીસ સ્ટેશને જાણ ન કરી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુન્હો દાખલ કરાયો છે.
અન્ય એક શખ્સ હાજર નહી મળેલ લખમણ કોડીયાતર રે. લીરબાઈપરા વાળાએ એસબીઆઈ બેંકની બાજુમાં ગ્રાઉન્ડ ફલોરમાં તેમની માલીકીની દુકાન ગોપાલ પરમાર રે. Junagadh વિગેરે ચારને માસીક રૂા.78,000ના ભાડાના એગ્રીમેન્ટ કરી ભાડે આપી કલેકટરના જાહેરનામાનો ભંગ કરી સબંધિત પોલીસ સ્ટેશનને જાણ ન કર્યાનો ગુન્હો Junagadh સી ડીવીઝન પોલીસમાં નોંધાયો છે જેની તપાસ સી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.