Junagadh તા. ૧૫
જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આઝાદ ચોક ખાતે ગઈકાલે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ને મળેલ ઐતિહાસિક વિજય બદલ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી, ઐતિહાસિક વિજયના મોઢા મીઠા કરવી અભિનંદન પાઠવ્યા હતા.
શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ઘારાસભ્ય સંજય કોરડીયા, મેયર ઘમૅશ પોશીયા ડેપ્યુટી મેયર આકાશ કટારા સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષ નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી, વિનુભાઈ ચાદેગ્રા, મહેન્દ્રભાઈ મશરૂ, ડોલર ભાઈ કોટેચા, ગીરીશભાઇ કોટેચા, યોગીભાઈ પઢિયાર, ઓમ રાવલ, કિશોર અજવાણી, શૈલેષ દવે આધ્યાશકિતબેન મજમુદાર, ચંદ્રિકાબેન રાખશીયા વંદનાબેન દોશી, મહિલા મોરચાના જયોતિબેન વાડોલીયા, મુનાભાઈ ઓડેદરા, કિશોરભાઈ ચોટલીયા, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી, વોડૅ પ્રમુખ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

