Junagadh તા.17
જુનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક એક કોલેજીયન યુવકને બે યુવકોએ અકસ્માત કર્યાનું કહી સારવારમાં લઈ જવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ જઈ યુવકના ઘરે ફોન કરી રૂા.15 હજારની માંગણી કરી હતી નાણા નહીં આપે તો ખોટા પોલીસ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.
જુનાગઢ ચોબારી રોડ પર રહેતો રિષી લવકુમાર હરવાણી ઈ-બાઈક લઈને કોલેજેથી પરત આવતો હતો ત્યારે ઝાંઝરડા ચોકડી નજીક એક રીક્ષા ચાલકે બ્રેક મારતા રિષીએ પણ બ્રેક મારી હતી. તેમની પાછળ આવતા બાઈકના ચાલક સુનીલ ઈગળ અને લખન નામના યુવકે ઈ બાઈક સાથે અથડાવેલ આ બન્ને એ રિષીને રોકી પગમાં ઈજા થયાનું કહી સરકારી હોસ્પીટલમાં સારવારમાં લઈ જવાનો આગ્રહ રાખતા હા પાડી હતી.
બાઈક પર આવેલા એક યુવકે ઈ બાઈક હંકારીને રૂષિને પાછળ બેસાડેલ સિવિલમાં લઈ જવાના બદલે અવાવરૂ જગ્યામાં લઈ ગયા હતા, પગમાં ઈજા થઈ છે. તેમ કહી મોબાઈલ અને ઈ બાઈક ગીરવે રાખવા 15 હજારની માંગણી કરી પૈસા નહીં આપે તો ખોટા પોલીસ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. રિષએ તેમની માતાને ફોન કરી અજાણ્યા શખ્સે ‘માસી તમારા એ મારી સાથે અકસ્માત કર્યો છે.
તમે સમાધાન માટે રૂા.15 હજાર ગુગલ પે કરી આપો નહીં તો તમારા છોકરાને ફીટ કરી દઈશ. તેવી ધમકી આપી હતી. રિષીના માતા રીટાબેને કહેલ કે મારા દિકરાનો વાંક હશે તો તેના પિતા પોલીસને સોંપી દેશે એમ કહેતા સામેથી તમે સારા માણસ છો તમારા દિકરાને જવા દઉં છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

