Junagadh,તા. ૮
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના સાંચોર ખાતેથી દબોચી લઇ આગળની કાર્યવાહી માટે જુનાગઢ લઈ આવેલ છે.
જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી ક૨વા સતત પ્રયત્નશીલ હોય, તે દ૨મ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ. પી.કે. ગઢવી તથા પો.હેડ કોન્સ. પ્રવિણભાઈ બાબરીયા, ભ૨તભાઇ ઢોલા, જાદવભાઈ સુવા અન્ય ગુનાની તપાસમા રાજસ્થાન રાજ્ય ખાતે હોય, દ૨મ્યાન ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સથી ચોક્ક્સ માહીતી મળેલ કે, જુનાગઢ તાલુકા પોલોસ સ્ટેશનના પ્રોહી કલમ મુજબના કામે છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી અર્જુન૨ામ રાજારામ (૨હે. જી.સાંચોર રાજસ્થાન) હાલ રાજસ્થાન રાજ્યના સાંચોર ખાતે છે. તેવી હકિકત મળતા હકીકતના આધારે ઉપરોક્ત આરોપીની તપાસ ક૨તા આરોપી મળી આવતા, આરોપીને પકડી પાડી, ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી, આગળની કાર્યવાહી માટે જુનાગઢ લાવવામાં આવેલ છે.
આ કામગી૨ીમાં ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે. પટેલ તથા પો.સબ ઇન્સ. પી.કે. ગઢવી તથા
પો.હેડકોન્સ. પ્રવિણભાઈ બાબરીયા, ભરતભાઇ ઢોલા, જાદવભાઇ સુવા તથા ડ્રા હેડ કોન્સ. બાબુભાઇ કોડીયાતર વિ.
પો.સ્ટાફ સાથે જોડાયો હતો.