એસ.ઓ.જી. દ્વારા જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ દાખલ થયેલ ૧૬ ગુનાઓના મુદામાલનો નાશ કરાયો
Junagadh તા. 27
જુનાગઢ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના NDPS એકટ હેઠળ જુનાગઢ એસ.ઓ.જી. દ્વારા દાખલ થયેલ ૧૬ ગુનાના કામે કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો જુનાગઢ એસ.ઓ.જી. એ નાશ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનના NDPS એકટ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે કબ્જે કરેલ મુદામાલમાં જે કેસોના મુદામાલની કોર્ટ દ્વારા ઇન્વેન્ટ્રી કરવામાં આવેલ છે અને કોર્ટ દ્વારા તે કેસોનો મુદામાલ નાશ માટે મંજુરી આપવામાં આવેલ હોય તેવા ગુનાઓનો મુદામાલ નાશ કરવા સુચના આપેલ, જે અન્વયે જુનાગઢ એસ.ઓ.જી. દ્વારા જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનના NDPS એકટ હેઠળ દાખલ થયેલ કુલ ૧૬ ગુનાઓનો મુદામાલ ગુનાના કામે કબ્જે કરેલ ગાંજો ૩૪.૪૩૪ કીલો ગ્રામ જેની કિંમત રૂ. ૩,૪૪,૩૪૦ મેફેડ્રોન ડ્રગ્સ ૨૧૬.૫૧ ગ્રામ જેની કિંમત રૂ. ૨૧,૬૪,૯૨૦ ચરસ ૮૦.૩૪૩ કીલો ગ્રામ જેની કિંમત રૂ. ૧,૨૦,૫૧,૪૫૦ તથા કોડેઇન સીરપ બોટલ નંગ ૧૭૯ જેની કિંમત રૂ. ૩૪,૦૧૦ મળી કુલ રૂ ૧,૪૫,૯૪,૭૨૦ નો મુદામાલ સૌરાષ્ટ્ર એનવીરો પ્રોજેકટ પ્રાઈવેટ લીમીટેડ”, કટારીયા તા. ભચાઉ જી. કચ્છ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં ના.પો.અધિ. એ.એસ. પટણી તથા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. આર.બી. ગઢવી પો.હેડકોન્સ. પ્રતાપભાઇ શેખવા, પરેશભાઇ ચાવડા, બાલુભાઇ બાલસ, તથા ડ્રા.પો.કોન્સ. પરબતભાઇ દિવરાણીયા વિગેરે સ્ટાફ જોડાયેલ હતો.