Junagadh તા.17
2011માં જુનાગઢ એસટી કર્મચારી મંડળની ચેકબૂક મેળવી લઈ એપ્રેન્ટીસે મહિલાની મદદથી બેંકમાં બોગસ ખાતુ ખોલાવ્યું હતું અને તેમાં રૂા.3.40 લાખ ટ્રાન્સફર કરી ઉપાડી લીદા હતા. આ કેસમાં જુનાગઢ કોર્ટે તે વખતના એપ્રેન્ટીસ અને મહિલાને ત્રણ ત્રણ વર્ષની કેદ સાથે ત્રણ ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે.
જુનાગઢ એસટી કર્મચારી મંડળનું એસબીઆઈ બેંકમાં ખાતુ આવેલ હોય તા.12/5/2011ના મંડળીના ખાતામાંથી રૂા.3.40 લાખ કાળવા ચોક એસબીઆઈ શાખામાં ખાતુ ધરાવતા નીતાબેન ધીરજલાલ કુવંદ્રાના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.
જેમાં કર્મચારી મંડળના પ્રમુખ અને ખજાનચીની સહી હતી તે વખતે ચેકબુક ખજાનચી દતક રહેતી હતી તા.20-6-11ના કર્મચારી મંડળના મહામંત્રી તરીકે ખાતામાં ટ્રાન્સફર કરવાનું હોવાથી બેંકમાં અરજી કરી હતી. ત્યારે મંડળના ખાતામાંથી રૂા.3.40 લાખ રૂપિયા ઉપડી ગયાનું જાણવા મળેલ હતું.
તેના ચેકમાં જે સહી હતી તે ખજાનચી કે પ્રમુખની સહીથી મેચ ન હતી. રૂા.3.40 લાખ ઉપાડી લઈ બોગસ ખાતુ ખોલવા મામલે બેંકના અધિકારી સામે બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
તપાસ દરમ્યાન એ સમયે એસટીના એપ્રેન્ટીસ નિરેન રસીક માકડીયાએ તા.10-5-2021ના ચેક મેળવી લીધા હતા તેમાં રૂા.3.40 લાખની રકમ ભરી પ્રમુખ ખજાનચીની ખોટી સહીઓ કરી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.
જે કેસ જુનાગઢ પાંચમા એડીશ્નલ જજ શ્રીમાળીની કોર્ટમાં ચાલી જતા દલીલોને ધ્યાને રાખી નીરેન રસીક માકડીયા અને દમયંતીબેન ડાયાભાઈ કટારીયાને કસુરવાર ઠેરાવી ત્રણ ત્રણ વર્ષની કેદ સાથે ત્રણ ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા ફટકારી છે.

