દિવાળીએ યુવક મિત્ર સાથે વતન જઈ રહ્યો હોય ત્યારે કોરાટ ચોકડી પાસે અકસ્માત સર્જાયો
Rajkot,તા.19
શહેરમાં રહેતો અને મૂળ જુનાગઢના વતની યુવક દિવાળી માળવા મિત્ર સાથે વતન જઈ રહ્યો હોય ત્યારે કોરાટ ચોકડી પાસે ડમ્પરે બંને યુવકને બાઇક સહિત ફંગોળીયા હતા.ત્યારે ઇજાગ્રસ્ત બંને યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં 25 વર્ષીય યુવકની મોત નિપજ્યું હતું.
સોસાયટીમાં રહેતો 25 વર્ષીય વિનોદભાઈ પ્રવીણભાઈ વાળા અને તેનો મિત્ર દિવાળીના તહેવારની ઉજવણી કરવા બાઇક પર જુનાગઢ વતનમાં જઈ રહ્યા હતા. સવારે 10 વાગ્યા આસપાસ બંને કોરાટ ચોકડી પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા એક ડમ્પર ચાલકે બંને યુવકોને બાઈક સહિત ઢોકરે લીધા હતા. આ અકસ્માતમાં વિનોદ અને નિકુંજને માથે શરીર ગંભીર ઇજા પહોંચી હોય જેથી રાહદારીઓએ તેઓને 108 માં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. અહીં ઇમરજન્સી વિભાગના તબીબે વિનોદને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા શાપર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક વિનોદના મોટાભાઈ કરણના જણાવ્યા મુજબ, ઘરેથી નીકળના 10 મિનિટમાં જ આ અકસ્માત સર્જાયો હતો.ઘટના સ્થળ પર હાજર કેટલાક લોકોના જણાવ્યા મુજબ ડમ્પર ચાલકે પાછળથી બાઈકને ઠોકર લીધું હતું. મૃતક ચાર ભાઇમાં ત્રીજો નંબરે અને જીએનટેક કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો.યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.