રાજેશ સેવરાએ બીલના ૧૫% લેખે રૂ.૧,૪૬,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી
Junagadh,તા.૨૬
પેવર બ્લોકના કામનું બિલ પાસ થતા બાદ ચેક ક્લીયર કરવા માટે એક વ્યક્તિ પાસેથી ૧.૪૩ લાખ રૂપિયાની લાંચ લેતા જૂનાગઢના ચોરવાડ, નગરપાલિકાના બાંધકામ શાખામાં ફરજ બજાવતા જુનીયર અન્જિનીયર રાજેશકુમાર ખીમજીભાઇ સેવરાની છઝ્રમ્એ ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ ચોરવાડ નગરપાલીકા કચેરીમાં ફરિયાદીએ વર્ષ-૨૦૨૨ માં વોર્ડ નં-૨ માં પેવર બ્લોકનું કામ કર્યું હતું. જેનું બીલ પાસ થતા બીલનો ચેક આપવા માટે આરોપી જુનીયર એન્જિનીયર રાજેશ સેવરાએ બીલના ૧૫% લેખે રૂ.૧,૪૬,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
બીજીતરફ ફરીયાદી લાંચની રકમ આપવા માગતાં ન હોઈ તેણે ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો. જેને આધારે છઝ્રમ્એ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં રૂ.૧,૪૩,૦૦૦ ની લાંચ લેતા નગરપાલીકા ચોરવાડ ખાતે આરોપી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.