New Delhi,તા.24
આજે દેશના 53માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટીસ સૂર્યકાંતે શપથ લીધા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિભવનમાં એક સમારોહમાં તેઓને ગુપ્તતા-હોદ્દાના શપથ લેવરાવ્યા હતા.
તે સમયે જસ્ટીસ સૂર્યકાંત સુપ્રીમકોર્ટના સીનીયર મોસ્ટ ન્યાયમૂર્તિ છે. તેઓ 15 માસ સુધી આ હોદા પર રહેશે.હરિયાણાના વતની જસ્ટીસ સૂર્યકાંતે નિવૃત થયેલા મુખ્યમંત્રી બી.જે.ગવઈનું સ્થાન લીધું છે.
તેઓએ હાલમાં જ ચુંટણીપંચની ‘સર’ પ્રક્રિયામાં જે 65 લાખ નામો રદ થયા તે જાહેર કરવા પંચને ફરજ પાડી હતી. તેઓ કાશ્મીરની કલમ 370ની નાબુદી પર વિચારણા માટેની સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચના પણ સભ્ય હતા તથા સૈન્યમાં વન-રેન્ક વન પેન્શન- મહિલાઓને સેનામાં સમાન અવસર, પ્રમોશન જેવા મહત્વના મુદાઓ પરના ચુકાદામાં પણ સામેલ રહ્યા હતા. તેમના પિતા પણ જાણીતા ધારાશાસ્ત્રી હતા. 1995માં તેઓએ એક ધારાશાસ્ત્રી તરીકે પ્રેકટીસ ચાલુ કરી આજે દેશના સૌથી ટોચના ન્યાયીક-કાનુની પદ પર તેઓ આવ્યા છે.

