Mumbai,
કબીર ખાને કાર્તિક આર્યન સાથે વધુ એક સ્પોર્ટસ ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. કબીર ખાનની કાર્તિક આર્યનની મુખ્ય ભૂમિકા ધરાવતી ચંદુ ચેમ્પિયન ફલોપ ગઈ હતી. તેમ છતાં પણ કબીર ફરી જોખમ ખેડવાનો છે. બોલીવૂડમાં કેટલાય સમયથી મોટાભાગની સ્પોર્ટસ ફિલ્મો ફલોપ જ ગઈ છે. તાજેતરમાં અજય દેવગણની ‘મૈદાન’ પણ નિષ્ફળ રહી હતી. ખુદ કબીર ખાનની રણવીર અને દીપિકા જેવા સ્ટાર્સ સાથેની ‘૮૩’ ટિકિટબારી પર ધાર્યો બિઝનેસ કરી શકી ન હતી.
તેમ છતાં દાવો થઈ રહ્યો છે કે કબીર ખાન ૧૫૦ કરોડનું બજેટ ધરાવતી ફિલ્મ બનાવી રહ્યો છે અને તે માટે તેણે કાર્તિકનો સંપર્ક સાધ્યો છે.

