એક માસમાં વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજા
Junagadh,તા.01
ધોરાજી સ્થિત યુવાને મિત્રતાના દાવે આપેલી છ લાખ પરત કરવા આપેલા ચેક વગર વસૂલાતે પરત ફરવાનો કેસ ચાલી જતા અદાલતે જુનાગઢ સ્થિત કૈલાશ ટ્રેડિંગ કંપનીના પ્રફુલભાઈ પાડલીયા ને એક વર્ષની સજા અને ચેક મુજબ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ધોરાજી ખાતે રહેતા રાકેશભાઈ છગનભાઈ બાલધાએ મિત્રતાના દાવે ધોરાજી ખાતે રહેતા અને જુનાગઢ ખાતે કૈલાશ ટ્રેડિંગ કંપનીના નામ વ્યવસાય કરતા પ્રફુલભાઈ મગનભાઈ પાડલીયા ને 6 લાખ આપ્યા હતા જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ કરી હતી જે કેસ ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ અદાલતે કૈલાશ ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઇટર પ્રફુલભાઈ પાડલીયા ને એક વર્ષની સજા અને ચેક મુજબ ની રકમ એક માસની અંદર ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો છે તો સમય મર્યાદામાં રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુંકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ તરીકે દીપકકુમાર આર વૈષ્ણવ અને ઉમેશ કુમાર એમ કાકડીયા રોકાયા હતા