Mumbai,તા.07
કાજોલને ૫મી ઓગ્સ્ટે મુંબઇમાં ૬૧મા મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાજ કપૂર ગોરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અભિનેત્રીને આ સમ્માન હિંદી મનોરંજન જગતમાં ૩૩ વરસોના અમુલ્ય યોગદાન માટે રાજ કપૂર ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી. આ જ દિવસે અભિનેત્રીનો ૫૧મો જન્મદિવસ હોવાથી આ પુરસ્કાર તેનો વિશેષ રહ્યો હતો.આ પુરસ્કાર સાથે તેને એક ટ્રોફી અને ૬ લાખ રૂપિયા રોકડ મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૧માં કાજોલને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્તારથી સમ્મનિત કરી હતી.
કાજોલ આ પુરસ્કાર લેતા ભાવુક થઇ ગઇ હતી. તેણે મંચ પરથી જણાવ્યું હતું કે, આ દિવસ મારા માટે બહુ જ સમ્માનનો છે. મારી માતા તનુજા આ પ્રસંગે મારી સાથે હાજર છે એટલું નહીં મેં આજે તેની સાડી પહેરી છે. આ સાથે એક ખાસ વાતએ પણ છે કે, મારી માતા તનુજાને પણ આ જ મંચ પરથી આ જ પુરસ્કાર માટે સમ્માનિત કરવામાં આવી હતી. આજે આ પુરસ્કાર મને મળી રહ્યો છે તે મારા માટે ગર્વ અને સોભાગ્યી વાત છે. આજે મને મારી કારકિર્દી સફળ થઇ રહેલી જણાય છે. કાજોલે હિંદી ફિલ્મોમાં ૧૯૯૨થી ફિલ્મ બેખુદીથી ડેબ્યુ કર્યું હતું. આ પછી તેની દિલવાલે દુલ્હનિંયા લે જાએઁગે, કુછ કુછ હોતા હૈ, ગુપ્ત, ફના, કભી ખુશી કભી ગમ, માઇ નેમ ઇઝ ખાન જેવી સફળ ફિલ્મો કરી છે.