Mumbai,તા.12
કાજોલ અભિનિત હોરર થ્રીલર ફિલ્મ ‘માં’ આગામી તા. ૨૭મી જૂને રીલિઝ થવાની છે. આ ફિલ્મ અજય દેવગણે જ બનાવી છે. અગાઉ ‘શૈતાન’ ફિલ્મ સફળ થયા બાદ અજય વધુ એકવાર હોરર થ્રીલર ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રીલિઝ કરાયું હતું. તેના પરથી જણાય છે કે કાજોલ પોતાની દીકરી માટે કોઈ શેતાનનો સામનો કરતી હોય તેવી તેની વાર્તા હોઈ શકે છે.

