Jamnagar તા.૭
જામનગર જિલ્લાના કાલાવડ વિસ્તારમાં એક સ્કૂટર તેમજ આઇસર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બે મહિલાઓને ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આઈસર વાહન ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતા અને ફીમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા દક્ષાબેન ભુપેન્દ્રભાઈ રાખસિયા, કે જેઓ પોતાના ટુ વ્હીલરમાં ભારવીબેન નામના અન્ય મહિલાને બેસાડીને કાલાવડ રાજકોટ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એક આઇસર ના ચાલકે તેઓને ઠોકર મારતાં બંને મહિલાઓને નાની મોટી ઈજા થઈ હોવાથી કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે. આ અકસ્માતના બનાવ અંગે આઇસર ના ચાલક કુવાડવા ગામના રામભાઈ ભવાનભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.