Mumbai,તા.23
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓફ મહારાષ્ટ્ર (એમએમઆર)ના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીની એક અને એમએમઆરમાં તેના તમામ માઇક્રો માર્કેટ્સમાં હાજરી ધરાવતી કલ્પતરુ લિમિટેડ (the “Company”) મંગળવાર, 24 જૂન, 2025ના રોજ તેનો આઈપીઓ ખોલશે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, 23 જૂન, 2025 રહેશે. બિડ/ઇશ્યૂ બંધ થવાની તારીખ ગુરુવાર, 26 જૂન, 2025 રહેશે.
ઇક્વિટી શેર દીઠ રૂ. 387થી રૂ. 414ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ્ડ કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 36 ઇક્વિટી શેર્સ અને ત્યારપછી 36 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
ઇશ્યૂમાં રૂ. 15,900 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના જેટલી જ સંખ્યા સુધીના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (the “Fresh Issue”).
કંપની તેના તથા તેની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા કેટલાક ઋણની સંપૂર્ણ અથવા આંશિક રીતે ચૂકવણી કે પૂર્વ ચૂકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE”, together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની યોજના છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (“BRLM”).