Mumbai,તા.૧૨
એક કાર્યક્રમમાં, અભિનેતા કમલ હાસને સનાતન ધર્મ પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગે છે. ટીવી અભિનેતા રવિચંદ્રને કમલ હાસનનો બહિષ્કાર કરવાની માંગણી કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ નિવેદન આવતાની સાથે જ મનોરંજન જગતથી લઈને રાજકીય ક્ષેત્ર સુધી ખળભળાટ મચી ગયો.
ઘણા ટેલિવિઝન શોમાં કામ કરી ચૂકેલા અભિનેતા રવિચંદ્રને એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કમલ હાસનને મૂર્ખ રાજકારણી ગણાવ્યા છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ અભિનેતાનું ગળું કાપી નાખશે. આનાથી કમલ હાસન અને તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
તાજેતરમાં, કમલ હાસને અભિનેતા સૂર્યાના દ્ગર્ય્ંના ૧૫મા વર્ષગાંઠના સમારોહમાં હાજરી આપી હતી. આમાં, તેમણે દ્ગઈઈ્ પરીક્ષાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ૨૦૧૭ થી તેણે ઘણા સ્મ્મ્જી ઉમેદવારોના સપનાઓને કચડી નાખ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ’શિક્ષણ એ એકમાત્ર હથિયાર છે જે સરમુખત્યારશાહી અને સનાતન ધર્મના બંધનો તોડી શકે છે. બીજું કંઈ હાથમાં ન લો, કારણ કે શિક્ષણ ખૂબ મોટી વસ્તુ છે.’ ધમકી બાદ, કમલ હાસનની મક્કલ નીધી મયમ પાર્ટીના સભ્યોએ રવિવારે ચેન્નાઈ પોલીસ કમિશનર ઓફિસમાં ફરિયાદ નોંધાવી અને સુપરસ્ટાર માટે સુરક્ષાની માંગ કરી. આ સાથે, થિયેટરો અને ઓટીટીમાં તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવાની પણ માંગ કરવામાં આવી છે. જોકે, કમલ હાસને હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.