Rajkot ,તા.08
શહેરમાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં કોઠારીયા મેન રોડ નજીક આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં અને ઓમ નગર સર્કલ નજીક ભક્તિ ધામ સોસાયટીમાં ના મકાનમાં દડો પાડી 43 બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરી રૂપિયા 38,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુ વિગત મુજબ તહેવારો પૂર્વે શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમઆર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે ઓમ નગર સર્કલ પાસે ભક્તિધામ સોસાયટી શેરી નંબર 2 માં રહેતો કમલેશ ગોહેલ નામના શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા ને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી ₹31600 ની કિંમતની 23 બોટલ દારૂ સાથે કમલેશ ગગજી ગોહેલની ધરપકડ કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એલસીબી ઝોન 1 ના પીએસઆઇ બીવી ચુડાસમા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે કોઠારીયા મેન રોડ નજીક ગોવિંદ નગર ના છેડે રાધાકૃષ્ણ સોસાયટી શેરી નંબર 20 માં રહેતા વિપુલ સુખા બાવરીયા નામના શખ્સ પોતાના મકાનમાં દારૂ છુપાવ્યો અને વેચાણ કરતો હોવાની કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીરને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ શક્તિસિં જગદીશ સિંહ પરમાર સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી રૂપિયા 6500 ની કિંમતની 20 બોટલ દારૂ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મવડી વિસ્તારમા 1020 લીટર દેશી દારૂ સાથે અનિલ ચૌહાણ ઝડપાયો
શહેરના પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમઆર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ તાપ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે લોધિકા તાલુકાના વડ વાજડી ગામનો અનિલ હમીર ચૌહાણ નામનો શખ્સ જીજે 18 બીપી 67 79 નંબરના માલવાહક વાહનમાં દેશી દારૂ ભરીને રાજકોટમાં ડિલિવરી કરવા આવ્યો હોવાની હેડ કોન્સ્ટેબલ હિરેનસિંહ પરમારને મળેલી વાત વિના આધારે સ્ટાફે મવડી વિસ્તારમાં આવેલ રોયલ આલાપ રોડ નજીક ખુલ્લા પ્લોટમાં દરોણુ પાણી ત્યારે માલવાહક વાહનમાં તલાસી લેતા જેમાંથી રૂપિયા 2.04 લાખની કિંમતનો 1020 ના દેશી દારૂ અનિલ ચૌહાણની ધરપકડ કરી વાહન અને દારૂ મળી રૂપિયા 2.84 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે