Mumbai,તા.29
કંગના રણૌતે ૨૦૨૧નાં ખેડૂત આંદોલન વખતે એક આંદોલનકારી વૃદ્ધાને બિલ્કિસ દાદી કહીને ઠેકડી ઉડાડી હતી. આ બદલ તેની સામે બદનક્ષીનો કેસ થતાં કંગનાએ આખરે કોર્ટમાં હાજર થઈ માફી માગવી પડી છે.
કંગનાએ પોતે કોર્ટમાં રુબરુ નહિ આવી શકે અને તેને બદલે વિડિયો કોન્ફરન્સથી સુનાવણી કરવા વિનંતી કરી હતી. પરંતુ અદાલતે આ વિનંતી ફગાવી દેતાં તેણે રુબરુ આવવું પડયું હતું. કંગનાએ અગાઉ આ બદનક્ષી કેસ રદ કરાવવા હાઈકોર્ટનો પણ આશરો લીધો હતો પરંતુ હાઈકોર્ટે કંગનાની અરજી ફગાવી દીધી હતી.
આખરે કંગનાએ ભઠિંડા અદાલતમાં હાજર થઈ વૃદ્ધા મહિંદર કૌર તથા તેમના પરિવારની માફી માગતાં કહ્યું હતું કે મેં કોઈના વિરુદ્ધ વ્યક્તિગત પોસ્ટ કરી ન હતી. તેમની કોઈ ગેરસમજ થઈ હશે.

