Mumbai,તા.21
બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રણૌત ગુજરાતના પ્રવાસે છે, ત્યારે દ્વારકા બાદ આજે ગુરુવારે (20 નવેમ્બર) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની મુલાકાત લીધી હતી. સોમનાથમાં કંગનાએ શિવલિંગ પર જળાભિષેક કરીને ધ્વજાપૂજા કરી હતી. આ દરમિયાન કંગનાએ પાર્વતી માતાને સાડી અર્પણ કરી હતી.
કંગના રણૌત ગુજરાતના પ્રવાસે છે, ત્યારે દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ આજે ગુરુવારે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી. સોમનાથમાં કંગનાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી.

